વાંકાનેર: રાજકોટ નજીક કુવાડવા રોડ પર જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે સાંજે અકસ્માતની કરુણ ઘટના બનેલી જેમાં પિતા-પુત્રના મોત થયા હતા અને ચાર લોકોને ઇજા થઇ હતી…



વાંકાનેરથી રાજકોટ જતી રિક્ષાને જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થતા વાંકાનેરથી બેઠેલા જનકબા મહેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.70) ને ઇજા થઇ હતી. રિક્ષામાં બેઠેલ પરિવાર વાંકાનેર ખાતે મોગલમાના મંદીર ખાતે દીકરાને પગે લગાડવા આવ્યા હતા. પાછા ફરતા વાંકાનેરથી એક વૃદ્ધા જેનું નામ જનકબા પરમાર (ઉ.વ. આશરે 70) રીક્ષામાં રાજકોટ જવા બેઠા હતા દરમ્યાનમાં એક ડમ્પર પુરપાટ ઝડપે આવતા, રીક્ષાને પાછળથી હડફેટે લેતા બધા જમણી બાજુની ડીવાઈડર તરફ ફંગોળાઈ ગયેલ. રીક્ષામાં પેસેન્જર પૈકી પિતા – પુત્ર હતા તે પ્રવિણભાઈ તથા તેનો દીકરો મયંકભાઈનું મોત નીપજ્યું છે અને વૃદ્ધા જનકબા તેમજ અન્યની સારવાર હજુ ચાલુ છે.


બાઈક સ્લીપ થતા
બીજા બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર પાસે માટેલ રોડ ઉપરથી મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો તેજસકુમાર રજનીભાઈ વાછાણી (૨૧) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે
દારૂ અંગેના ગુન્હા
(1) ઢુવા સનહાર્ટ સીરામીક પાસે રહેતા રતુબેન સોમાભાઈ માથાસુરીયા પાસેથી 40 કોથળી (2) સરતાનપર એમસર સીરામીક પાસેથી 68 કોથળી (3) ઢુવા રેસી સિરામિકની બાજુના જોશનાબેન રામજીભાઈ સાડમિયા પાસેથી 15 કોથળી (4) કોટડાનાયાણીના નીતાબેન દીપકભાઈ સોલંકી પાસેથી 20 કોથળી દારૂ મળી આવતા કાર્યવાહી.
(1) નવાપરા વિધાતા સિરામિકની બાજુમાં પંચાસર રોડ પર રહેતા મનોજભાઈ કુંવરજીભાઇ સોલંકી (2) ત્યાં જ રહેતા બીજા શખ્સ પારસ ઉર્ફે લાલો નરેન્દ્રભાઈ પરેચા (3) નવાપરા પંચવટી સોસાયટીના ધર્મેશ ઉર્ફે ધમો પ્રવિણભાઈ પરેચા (4) નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા કૌશિકભાઈ ઉર્ફે કવલો હેમુભાઈ કૂણપરા (5) માટેલ શીતળાધારના કાળું રવજીભાઈ સાપરા (6) ભેરડાના લાલજી ઉર્ફે લાલો કેસાભાઇ રોજાસરા પીધેલ પકડાયા
ટ્રાફિક અંગેના ગુન્હા
લાલપરના મોહમ્મદરજાક હાજીભાઇ ખોરજીયા રીક્ષા નં GJ-36-U-8953 ને ટ્રાફિકમાં અડચણ રૂપ ઉભી રાખતા અને રાતવીરડાના ભાનુ લાલજીભાઈ કૂણપરા દારૂ પી મોટર સાયકલ સર્પ આકારે ચલાવતા મોટર સાયકલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
