વાંકાનેર: અહીંની પંચવટી સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં મહિલા સહિત બે ને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા હતા….
પ્રાથમિક મળેલ માહિતી મુજબ પંચવટી સોસાયટી વિસ્તારમાં સામસામે ઘર નજીક બનેલ મારામારીના આ બનાવમાં સંગીતાબેન સંજયભાઈ ટીડાણી (ઉમર ૩૧) તથા સિધ્ધરાજ અશોકભાઈ ટીડાણી (૧૮) ને ઇજાઓ થતા બંનેને મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી…