અદેપરથી પંચાસીયા આવતા બાઈક સ્લીપ
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે ખાણ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો છે અને જે મારામારીના બનાવમાં જીતેશ ગેલાભાઈ સિંગરખીયા (ઉ.વ.40) અને હાજાભાઇ રૂડાભાઈ પરમાર (ઉ.વ.25) રહે. બંને પાડધરા વાળાને ઇજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે
મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી અહીં આ બનાવની જાણ કરવામાં આવી છે.
અદેપરથી પંચાસીયા આવતા બાઈક સ્લીપ
મોરબી તાલુકાના અદેપર ગામે રહેતા રસિકભાઈ ઝિંઝુવાડીયા નામના 44 વર્ષના યુવાનને મોડી રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ સુત્રોના
જણાવ્યા પ્રમાણે અદેપરથી વાંકાનેરના પંચાસીયા ગામ જતા રસ્તેથી રસિકભાઈ બાઈક લઈને જતા હતા, ત્યારે ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઇજા પામતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.