વાંકાનેર: વાંકાનેરમાં કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં કૃત્રીમ પગ નખાવેલ એક ઈસમને ઇજા કર્યાની ફરિયાદ થઇ છે.
આ બનાવ અંગે સીટી સ્ટેશનરોડ પ્રગતિ કોમ્પલેક્ષ રૂમનં-૩૦૧ માં રહેતા રાજેશભાઈ સદરુદીનભાઈ સોમાણી જાતે ખોજા (ઉ.વ. ૫૭) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે આ કોમ્પલેક્ષના જટુભા ઝાલા તથા સલીમભાઈ ભાલવાણી વિગેરે ભાગીદારોએ કોમ્પલેક્ષના ભાડુઆતોનુ ભાડુ ઉધરાવવાનુ કામ એમના દીકરા
સાહીલને સોપેલ છે અને બે-અઢી વર્ષથી આ કામ કરે છે. ફરિયાદીના પુત્ર સાહિલ કોમ્પલેક્ષમાં રહેતા અમીનભાઈ રફીકભાઈ દાદવાણીને ત્યાં ભાડુ લેવા માટે જતા એમણે બે માસનુ ભાડુ એક સાથે આપવાની વાત કરેલ. આ વાત જટુભા ઝાલાને કરેલ, જેનો ખાર રાખી ગઇ તા.૧૧/૦૪/૨૦૨૪ ના સવારના અમીનભાઈ, તેની પત્ની નીરાલીબેન, તેનો દીકરો સેફ તથા સોયબ મોમીન ચારેય જણા
આ બાબતે જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને ફરિયાદી સાથે હાથાપાઈ કરી મારવા દોડેલ, પરંતુ તેની માતા નીરાલીબેન અને સોયબ મોમીન વચ્ચે પડેલા. ફરિયાદીનો પુત્ર સાહીલ ઘરે આવતા અમીનભાઇનો દીકરો સૈફ તથા તેના પિતા બંન્ને જણાએ જપા-જપી કરીને દરવાજા પાસે ઉભેલા ફરિયાદીને ધક્કો મારતા નીચે પડી ગયેલ અને
ફરિયાદીના જમણા પગનો પંજો અંગુઠો તેમજ ડાબો પગ ધુંટણથી નીચેના ભાગે એક વર્ષ પહેલા બીમારી સબબ કપાવેલ છે અને કૃત્રીમ પગ રાખીને ચાલે છે, નીચે પડતા જમણા પગ થાપામાં વાગેલ અને ધોકા જેવા એક સાધનથી તે જગ્યાએ એક ધા કરેલ. આ વખતે કોમ્પલેક્ષમાં કામ કરતા હીંમતભાઈ તથા અમીતભાઈ ઈશાણી વીગેરે માણસો ભેગા થઈ ગયેલા ફરિયાદીને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ અને પછી રાજકોટ દાખલ કરેલ હતા. આ બાબતની ફરિયાદ પોલીસ ખાતાને મળતા આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો