કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા

કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા

ઈજાગ્રસ્ત બે દિવસ સુધી બેભાન રહ્યા

વાંકાનેર: ટ્રક લઇને મોરબીથી સુરત જતા વાંકાનેરથી આગળ કેરાળાના પાટીયા પાસે ટ્રક સાઈડમાં રાખી સામેની સાઇડ ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરઝડપે બાઉન્ડ્રી તરફથી એક ફોરવ્હિલ ગાડી હડફેટે એક શખ્સને ઇજા થઇ છે…

જાણવા મળ્યા મુજબ ગઢવી રોડલાઇન્સના ટ્રક ડ્રાઇવર સતીષભાઇ બચુભાઇ બાવડા જાતે.ગઢવી (ઉવ.૩૭) ડ્રાઇવીંગ રહે. મોરબી યમુનાનગર નવલખી રોડ તા.જી.મોરબી મુળ રહે.દીઘડીયા તા.હળવદ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૧૨/૦૫/૨૦૨૫ ના

હુ ટ્રક લઇને મોરબીથી સુરત જતો હતો ત્યારે રસ્તામા વાંકાનેરથી આગળ કેરાળાના પાટીયા પાસે ટ્રક સાઈડમાં રાખી સામેની સાઇડ ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરઝડપે બાઉન્ડ્રી તરફથી એક ફોરવ્હિલ ગાડી નંબર GJ-36-AC-5457 મારી સાથે ભટકાળી દેતા હુ રોડ ઉપર પડી ગયેલ અને ઘણા માણસો ભેગા થઈ જતા મને રોડ પરથી સાઇડમાં લઈ લીધેલ. ત્યાર પછી પ્રાઇવેટ વાહનમાં

વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ આવેલ મને જમણા પગે ફેક્ચર, માથાના તથા દાઢીના ભાગે ઇજા થયેલ. વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ અને પછી ગોકુળ હોસ્પીટલમાં દાખલ કરેલ છે અને ફરીયાદ મોડુ કરવાનુ કારણ એ છે કે હુ બે દિવસ સુધી બેભાન હતો પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!