ટંકારા તાલુકામાં ત્રણ અકસ્માતના અને એક મારામારીના બનાવ બનેલ છે, જેમાં અકસ્માતમાં (1) હીરાપર ગામના પાટિયા પાસે (2) લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે અને (3) જબલપુર ગામના પાટીયા પાસે જયારે મારામારીમાં મોટા ખીજડીયા ગામે મહિલાને ઇજા થયાના સમાચાર મળ્યા છે…
હીરાપર ગામના પાટિયા પાસે
ટંકારાના લતીપર રોડ પર હીરાપર ગામના પાટિયા પાસે મોરબીની નાગનાથ શેરીમાં રહેતા જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કન્ટેનર જીજે ૧૨ બીએક્સ ૨૦૩૮ ના ચાલકે પોતાની કન્ટેનર વણાંક વાળી લતીપર હાઈવે પર હીરાપર ગામના પાટિયા નજીક દર્શન વે બ્રીજ સામે રોડ પર ચડાવતા જીગ્નેશભાઈ પંડ્યાના મોટર સાઈકલ ડીલક્સ જીજે ૩૬ એઈ ૬૨૦૪ સાથે ભટકાડી દેતા ઈજા પહોચી હતી જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે
ટંકારાના લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે બે ટ્રક વચ્ચે કાર દબાઈ જતા યુવાન સહિતનાને ઈજા પહોચી હતી તો ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે રાજકોટના ગાયકવાડીમાં રહેતા હિતેશભાઈ પ્રકાશભાઈ ગેરા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા સાહેદો તેની સ્વીફટ કાર જીજે ૦૩ એનકે ૩૭૬૨ લઈને માતાના મઢ દર્શન કરવા જતા હોય દરમિયાન ટંકારા ઓવરબ્રીજ ઉતરતા આગળ જતી ટ્રક ના ચાલકે બ્રેક મારતા પાછળથી આવતા બીજા ટ્રક જીજે ૧૨ એટી ૯૦૭૮ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચાલવી સ્વીફ્ટ કારને પાછળથી ઠોકર મારી બંને ટ્રક વચ્ચે દબાવી દેતા હિતેશભાઈ તથા સાહેદોને ઈજા પહોચી હતી તો ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે…મોટા ખીજડીયા ગામે રહેતા મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા સવિતાબેન મનજીભાઈ વાઘેલા (36) નામની મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જબલપુર ગામના પાટીયા પાસે અકસ્માતમાં ઇજા
મૂળ જામનગરના રહેવાસી તોફિક ફિરોજભાઈ (18) નામનો યુવાન ટંકારા નજીક જબલપુર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે…