ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ
સરતાનપર ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા પકડાયો
વાંકાનેર: ઢુવા ચોકડીથી લાકડધાર જતા રસ્તે ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા યુવાનને ઇજા થઇહતી.બીજા બનાવમાં ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ થતા હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું, પોલીસ ખાતાએ સરતાનપર ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા એક શખ્સને પકડયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડીથી લાકડધાર જતા રસ્તે ચાલુ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી નીચે પડી જતા પ્રતાપભાઈ ભુદરભાઈ બારીયા (ઉ.૪૫) રહે. સરતાનપર ચોકડી વાંકાનેરને ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.
ભીમગુડાના યુવાનનું વીરપર નજીક બાઈક સ્લીપ
વાંકાનેરના ભીમગુડા ગામનો અક્ષય ભરતભાઈ વીંઝુવાડીયા નામનો ૨૨ વર્ષનો યુવાન રાત્રીના સમયે સરતાનપર બાજુથી પોતાના ગામ ભીમગુડા તરફ જતો હતો ત્યારે વાંકાનેરના વીરપર નજીક તેનું બાઈક સ્લીપ થતા ઈજા પામ્યો હોય સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો.
સરતાનપર ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા પકડાયો
સરતાનપર ચોકડી પાસે મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામના દલપતભાઈ લાલજીભાઈ ખાખડીયા (ઉ.22) ને વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ પો.કોન્સ શકતિસિંહ દીલીપસિંહ પરમારે જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨૧૨અ મુજબ નોંધાયો છે….
