કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રોન્ગ સાઈડમાં આવતા વાહન સાથે અકસ્માતમાં ઇજા

વાંકાનેર: કુંભારપરા ગરબી ચોકમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા એક ભરવાડ શખ્સનું રોન્ગ સાઈડમાં આવતા મોટર સાયકલ સાથે એક્સીડંટ થતા ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ બનાવની થયેલ ફરિયાદ મુજબ ફરિયાદી વીરમભાઈ કાનજીભાઈ ભુંભરીયા (ઉ.વ. ૨૬) રહે. વાંકાનેર કુંભારપરા ગરબી ચોક રાત્રીના નર્સરી ચોકડીથી એમના મિત્ર બાબુભાઈ સરૈયા રહે, જેતપરડાવાળા નુ બુલેટ મોટર સાયકલ નં-જીજ-૩૬-એ.એચ-૬૩ લઈ સાથે બુલેટમાં કરણ બદરકીયા હતા, જીનપરા જકાતનાકે આવતા હતા.

આ દરમ્યાન નવાપરા વાસુકી દાદાના મંદીર સામે મોરબીથી વાંકાનેર તરફ જતા રોડ ઉપર સામેથી રોંગ સાઇડમાં એક મોટર સાઇકલ આવતા બુલેટ ભટકાઈ જતા ફરિયાદી રોડ ઉપર પડી ગયેલ અને સામે આવતુ રોંગ સાઇડ મોટર સાયકલ ત્યાં રોડ ઉપર પડી ગયેલ જેના નંબર જીજે-૩૬-એ.એમ-૧૨૦૦ ના હતા

ફરિયાદીને જમણા પગમાં ધુટણ નીચે વાગેલ હોય મિત્ર કરણ તથા બાબુભાઈ ભરવાડ વિગેરે હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ અને જમણા ધુટણ નીચે ફેકચ૨ થયેલ ત્યાં ઓપરેશન કરેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી તપાસના આગળના ચક્રો ગતિમાન કરેલ છે.

નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…

https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P

નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું

Content Copying Forbidden !!

error: Content is protected !!