વાંકાનેર: અહીં બે જણા ફટાકડા સ્ટોલે સાયકલ લઈને જતા હતા ત્યારે ગ્રીન ચોક પાસે એક એક્ટીવા રોંગ સાઇડમાં આવી સાયકલ સાથે ભટકાડી દેતા બંને જણાને ઇજા થયેલ હતી…










જાણવા મળ્યા મુજબ સલોટ શેરી ગ્રીન ચોકમાં રહેતા ઇરફાનભાઇ અબ્દુલભાઇ કાજી (ઉ.વ.૩૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા-૧૯/૧૦/૨૦૨૫૨૦૨૫ના રોજ રાત્રીના મારા મોટાભાઈ સોયબભાઈનો મને ફોન આવેલ કે તમારો દિકરો અજીમ તથા તેનો મિત્ર સમીરભાઈ ઇકબાલભાઇ કાબરા સાયકલ લઈ ઘરેથી નિકળી સીટી સ્ટેશન રોડ પર આવેલ ફટાકડાના સ્ટોલે ફટાકડા લેવા માટે જતા હતા ત્યારે એક એકટીવા ચાલક બંને જણાને સાયકલ સાથે ભટકાડી જતા રહેલ છે અને અજીમ તથા સમીરભાઇને ઇજા થયેલ છે અને વાંકાનેર સરકારી દવાખાને લઈ જાય છે જેથી હું પણ સરકારી દવાખાને ગયેલ













ત્યાં મારો દિકરો તથા સમીર દવાખાને સારવારમા હતા અને ત્યાં મારા મોટાભાઈ સોયબભાઇ તથા સમીરનો મોટોભાઈ સાહીલ દવાખાને હાજર હતા મેં બનાવ બાબતે પુછતા જણાવેલ કે હું તથા મારો મિત્ર સમીર બંને ઘરેથી સાયકલ લઈ નિકળેલ અને સમીર સાયકલ ચલાવતો હતો અને હુ પાછળ બેઠો હતો તે દરમ્યાન ગ્રીન ચોક પાસે એક એક્ટીવા નંબર. GJ-36-AQ-4650 ચાલક રોંગ સાઇડમાં ફુલ સ્પીડમાં ચલાવી આવી સાયકલ સાથે ભટકાડેલ આથી ઇજા થયેલ હતી અમારે એક્ટીવા ચાલક સાથે સમાધાનની વાત ચાલતી હોય આજરોજ ફરીયાદ કરવા આવેલ છું
