કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જિલ્લા દૂધ સંઘમાં લઘુમતી સમાજને અન્યાય

ભાજપ લઘુમતી પરિવારના યોજાયેલ સ્નેહ મિલનમાં રોષ ઠલવાયો

વાંકાનેર: સ્નેહ મિલનમાં લઘુમતી પરિવારના સદસ્યો અને મતદારોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના વલણની ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં મોરબી જિલ્લા દૂધ સંઘમાં વાંકાનેર લઘુમતી સમાજની આશરે ઓગણત્રીસ જેટલી ડેરીમાંથી વીસ હજાર લિટર દૂધ આપવામાં આવતુ હોય તેની સામે અન્ય ડેરીઓમાંથી માત્ર સોળ હજાર લિટર જેટલું દૂધ આપવામાં આવતું હોય અને મોરબી જિલ્લા દુધ સંઘના એક પણ હોદા ઉપર લઘુમતી સમાજના એક પણ વ્યક્તિને લેવામાં ન આવતા હળાહળ અન્યાય થયો હોય રોષ ઠાલવી ચિંતા વ્યક્ત કરી હતી.

ગઈ કાલે વાંકાનેર ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી પરિવારના આગેવાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે લઘુમતી પરિવારના આગેવાનોને રાજકીય કીનાખોરીથી અલગ અલગ રાખી તાલુકા, જિલ્લા, કે ધારાસભાની ચૂંટણીઓ વખતે જૂથ બંધી કરાવી લઘુમતી સમાજના મતોનો ઉપયોગ કરી પોતાના લક્ષ્ય પાર પાડી ચૂંટણીઓ જીત્યા બાદ એજ લઘુમતી આગેવાનોને સાઈડ લાઈન કરી દેવામાં આવતા હોય છે જ્યારે એ જ લઘુમતી આગેવાનો દ્વારા જ સીટો જીતાડવા માટે અનેક કાવાદાવાઓ કરવામાં આવતા હોય જેનો સીઘી કે આડકતરી રીતે વફાદારીપૂર્વક ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવામાં આવતો હોય છે, તેમ છતાં નોંધ લેવામાં ન આવતી હોવાથી સ્નેહ મિલનમાં તમામ લઘુમતી ભાજપના આગેવાનોને ભાગલા પાડો અને રાજ કરોની અગ્રેજ નીતિથી ઉપર ઊઠી એક થવા હાકલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટું સંમેલન પણ યોજવામાં આવશે તેવી પણ જાહેરાત આજના સ્નેહ મિલનમાં કરવામાં આવી છે…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!