કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ

ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ

રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળ ખાબક્યો 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં 7.75, માળિયા હાટિનામાં 7, કેશોદમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળમાં 5.5, વંથલીમાં 5, માણાવદરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે,

તો આ તરફ જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.


પોરબંદર, જામજોધપુર અને ઉનામાં 2 ઇંચ, ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણામાં, ખાંભા અને જેતપુરમાં 1-1 ઇંચ વરસાદના અહેવાલો મળ્યા છે.

મોરબી ઉપર વાવઝોડાની આફત આવી રહી હોય ત્યારે રાહત અને બચાવ માટે તમામ અધિકારીઓ સાથેનું તંત્ર અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટિમ ખડેપગે છે. હાલ તેજ પવન ફૂંકાય રહ્યો હોવાથી તંત્ર એલર્ટ મોડ ઉપર છે ત્યારે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વાવઝોડા પહેલા અને વાવઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછી લોકોને કેવા પગલાં લેવા જોઈએ તેનો સંદેશ આપી વાવઝોડાની સ્થિતિમાં મોરબીના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!