પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: શહેરના ભરવાડપરામાં રહેતા એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર બાર બોરની બંદુક રાખી ફોટો મુકવો અને ઘીયાવડના શખ્સને બંદૂક આપવી મોંઘી પડી.

જાણવા મળ્યા મુજબ એસોજી મોરબીએ બાતમીના આધારે આછા ગ્રીન કલરનુ જાકીટ તથા બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ અને

પોતાના જમણા હાથમાં બાર બોરની બંદુક રાખી ફોટો બનાવેલ અને તે ફોટા પોતાના roku_thakor_9 ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં પોસ્ટ કરેલ,

જે ફોટાવાળો ઇસમ સામાભાઈ ઉર્ફે રોકુ ધીરુભાઈ કાઠીયા રહે. વાંકાનેર ભરવાડપરા વાળો હોય તેને બોલાવી ઇન્સ્ટાગ્રામના સ્ક્રિનશોર્ટ બતાવતા

ફોટામાં દેખાતો વ્યક્તિ પોતે હોવાનુ જણાવેલ. ફોટામાં જણાવેલ હથિયાર રાખવા અંગે પોતાની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો નહીં હોવાનું જણાવેલ અને

પોતાના સંબંધી ઉદયસિંહ વિરમસિંહ ઝાલા રહે. ઘીયાવડ વાળાનુ પરવાનાવાળુ હથીયાર હોય અને તેના હથિયારથી ફોટો ટોલનાકાની બાજુમાં આવેલ

વ્હાઈટ હાઉસ કારખાનાની પાછળ વાડીમાં પાડેલ હોય અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલ હતો. જેથી પોસ્ટ કરેલ મોબાઇલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસ સ્ટેશનેથી
ધોકા સાથે:
વાંકાનેર સિપાઈ શેરીમાં રહેતા ફિરદૌસ અબ્દુલભાઇ મકરાણી પાસે લાકડાનો ધોકો મળી આવતા હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા સબબ કાર્યવાહી
ટ્રાફિક નિયમના ભંગ:
(1) વાંકાનેર ગુલાબનગરમાં રહેતા સિરાજઅહેમદ હુસેનભાઇ રવાણી (2) નવાપરા રામાપીરના મંદિર પાસે રહેતા દિપક ધનજીભાઈ રવાણી અને (3) જૂની કલાવડીના મુકેશ ગોવિંદભાઇ ચાવડા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
પીધેલ:
જીનપરા શેરી નં 12 માં રહેતા મહેશ બાબુભાઇ જખવાડિયા ચંદ્રપુર નાલા પાસેથી પીધેલ પકડાયા
દારૂ સાથે:
વાલાસણ મીતાણા રોડ પર ઝૂંપડામાં રહેતા પ્રકાશ શીવાભાઈ સાડમિયા અને ત્યાંથી જ મનીષ ગોવિંદભાઇ સાડમિયા દેશી દારૂ સાથે પકડાયા
સૂચના: અમારી સાથે જોડાયેલા ઘણા મિત્રો અન્યના મોબાઈલ નંબર અમને મોકલી એમને એડ કરવાનું જણાવે છે, પણ
અમે કોઈને એડ કરતા નથી.
જેમને એડ થવું હોય તેમણે નીચે મુજબની સૂચનાઓને અનુસરીને કમલ સુવાસના સમાચાર મેળવવા વિનંતી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
