અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર
કરવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજયના નાગરિકોને ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ આપવાની જરૂરિયાત જણાયેલ છે. ડિજિટાઇઝ્ડ રેશનકાર્ડ એટલે કે સ્માર્ટ રેશનકાર્ડ ટકાઉ હોવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાશે. તેના કારણે કાગળ અને સ્ટેશનરીનો બચાવ થશે. અરજદારો ઘરે બેઠા સ્પીડ પોસ્ટ દ્વારા
સ્માર્ટકાર્ડ મેળવી શકશે તેમજ કોઇપણ સ્થળેથી વેબસાઈટ પરથી અદ્યતન સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકાશે જેના કારણે અરજદારોના સમય અને નાણાની બચત થશે. SMART (QR Code/ e-sign આધારિત) Ration Card થી રેશનકાર્ડની ખરાઈ કરવામાં સરળતા રહેશે અને તેની અધિકૃતતા ઝડપથી
ચકાસી શકાશે. પુખ્ત વિચારણાના અંતે નીચેની વિગતે રેશનકાર્ડના ફોર્મેટમાં સુધારો કરી બારકોડેડ રેશનકાર્ડના સ્થાને “SMART Ration Card” ઈસ્યુ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. લોકોપયોગી અન્ય જોગવાઈઓ નીચે મુજબ છે.
૦૧. આ યોજના અંતર્ગત અરજદારને રેશનકાર્ડ ઇસ્યુ કરવાના પ્રવર્તમાન ધારા-ધોરણ તથા નિયમો અનુસરીને સ્માર્ટ રેશનકાર્ડ એટલે કે QR Code/ e-sign આધારિત પી.વી.સી. મટીરીયલનું કાર્ડ સ્વરૂપમાં રેશનકાર્ડ આપવાનું રહેશે.
૦૨. અરજદાર ઘરેબેઠા પોસ્ટ દ્વારા સ્માર્ટ રેશનકાર્ડ મેળવી શકે તેમજ ઓન લાઇન પણ સ્માર્ટ રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.
૦૩. આ યોજના અંતર્ગત “NFSA – રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ નોંધાયેલ રાજ્યના તમામ (AAY તથા PHH) રેશનકાર્ડનો ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવશે જયારે “NON-NFSA” રેશનકાર્ડધારક “SMART RATION CARD” માટે રૂ.૫૦/- ફી ચુક્વી મેળવી શકશે.
૦૪. રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે નીચે દર્શાવેલ રંગના રેશનકાર્ડ નિયત કરેલ નમૂનામાં આપવાના રહેશે.
(૧) એ.એ.વાય ગુલાબી રંગ
(૨) પી.એચ.એચ. વાદળી રંગ
(૩) નોન-એનએફએસએ સફેદ રંગ
(૪) સદર વહીવટી મંજુરીનો અમલ તા.૦૧/૦૪/૨૦૨૪ પછીથી જ કરવાનો રહેશે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો