કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખનીજ-વહન વાહનો પર GPS લગાવવા સૂચના

પરિપત્ર સામે કવોરી સંચાલકોમાં રોષ

વાહન ચાલકો રોયલ્ટી બંધ થઈ જવાના ડરથી ફી પણ ભરી દીધી

ગાંધીનગર: ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનો અને ખનીજનુ ખોદકામ કરતા હિટાચી, પોકલેન, પર GPS સાથે રજીસ્ટ્રેશન કરી રૂ.એક હજાર ઓનલાઈન ભરવા પરિપત્ર જારી કરતા તમામ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા લીઝ ધારકો અને વાહન ચાલકોને GPS લગાવવા ફરમાન કર્યું છે.

અને જિલ્લામાં તમામ જગ્યાએ મિટીંગનું આયોજન કરી ઓક્ટોબર માસની 30 સુધી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા અને GPS લગાવવા બેઠકો પણ કરી છે. ત્યારે ખનનની હેરાફેરી કરતા વાહન ચાલકો અને લીઝ ધારકો આ પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે. જોકે લીઝમાં ચાલતા વાહન કે પોકલેન, હિટાચીમાં GPS લગાવવું શક્ય નથી. જેથી ગુજરાત કવોરી એસોસિએશને પણ સરકારના આ પરિપત્રનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, કમિશ્નરને રૂબરૂ મળી ને પણ રજૂઆત કરી છે કે કવોરી ખાણ થી હોપર સુધી ચાલતી ટ્રકો, ખાણમાં ચાલતા પોકલેન, ક્રસરમાં GPS લગાવવા શક્ય નથી જેથી એસોસિએશન દ્વારા GPS નો વિરોધ કરવામાં આવ્યું છે.

હાલમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોનું રજીસ્ટ્રેશનના નામે એક વાહન દીઠ રૂ.એક હજાર વસૂલ કરવામાં આવી રહ્યા છે. અને જેનું પેમેન્ટ પણ વાહન માલિક ઓનલાઈન ભરી રહ્યા છે.

જોકે આ રજીસ્ટ્રેશનના નામે લાખો ખનીજ વહન કરતા વાહનોની સરકારને કરોડોની આવક ઉભી થશે અને સરકારના અધિકારીઓ દ્વારા રજીસ્ટ્રેશનના નામે સરકારને કરોડોની આવક બતાવશે. જોકે ગુજરાતમાં હજુ લાખો વાહન ચાલકો આવા રજીસ્ટ્રેશનથી અળગા રહ્યા છે. અને ફી ભરી નથી તો લાખો વાહન ચાલકો રોયલ્ટી બંધ થઈ જવાના ડરથી ફી ભરી પણ દીધી છે.

લીઝ ધારકો દ્વારા લીઝમાં ખોદકામ કરતા મશીનરી પર GPSનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે GPS નો વિરોધ કૅમ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ભૂસ્તર વિભાગ દ્વારા દરેક ખનીજ વહન કરતા ગાડીમાં GPS લગાવવા ફ્રજિયાત કરેલ છે જોકે કેટલાક ગાડી માલિકોને GPS લગાવેલ હોવા છતાં એ GPS કામ નહીં આવે અને અંદાજીત રૂ.નવ હજારથી વધુના ખર્ચે નવું GPS લગાવવા આદેશ કરાયો છે, જેના કારણે ગાડી માલિકોને વધારો બોજો ઉઠાવવો પડશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!