વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર હાજર રહેવું. ગેરહાજર રહેનાર હાજી/હાજીયાણી વેકસીન બાબતે પોતે જવાબદાર રહેશે…
સાથે શું લાવવું? હાજીઓએ પાસપોર્ટ સાઇઝથી નાનો (૩x૩ સે.મી.નો) ફોટોગ્રાફ, પાસપોર્ટની ઝેરોક્ષ નકલ તથા મેડીકલ સર્ટીફીકેટ ની નકલ સાથે લાવવી ફરજીયાત છે…
સૂચનાઓ: (૧) તારીખમાં ફેરફારની જોગવાઇ નથી. (૨) બાકી રહેલા વેઇટીગ વાળા હાજીઓ માટે વેકસીનની જોગવાઇ થશે. હાલમા લીસ્ટ મુજબના હાજીઓના online ડેટા મોકલવાનો હોઇ હાલનુ કાર્ય યાદી પુરતુ મર્યાદિત છે. (૩) વેક્સીન કાર્યક્રમમાં સૂચનાનું પાલન કરવું જરૂરી છે. (૪) વેક્સીન લીધા બાદ બુકલેટ મેડીકલ ઓફીસરની સહી માટે મુકતી જવાની છે. સાહેબની સહી થયા બાદ તમોને મળશે. (૫) ૬૫ થી નીચેની ઉમરના હાજીઓ તથા સાથીદારોએ મેનિન્જાઇટીસ, પોલીયોના ઇન્જેક્શન લેવાના છે. જ્યારે ૬૫+ ના હાજીઓએ ઇન્ફલ્યુએન્ઝા સહિત ત્રણ વેકસીન લેવાની છે.– યુ. એ. કડીવાર. એફ. ટી.