વાંકાનેર સીટીના એન. એમ. ગઢવીની માળિયા પોલીસ મથક ખાતે બદલી કરાઈ
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે અને બદલી પામનાર પોલીસ અધિકારીએ બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં લીવ રીઝર્વમાં રહેલા કે. આર. કેસરિયાને મોરબી એસઓજી ટીમમાં, વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા એન. એમ. ગઢવીની માળિયા પોલીસ મથક ખાતે તેમજ માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એમ. પી. સોનારાને લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે