નવાપરામાં પંખામાં ચૂંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતની કોશિષ
વાંકાનેરમાં મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે…

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં નવાપરા વિસ્તારમાં રહેતો બાબુ કરશનભાઇ ડાભી (ઉ.વ.23)નામના યુવાને ગઇકાલે રાત્રે બહાર મિત્રો સાથે કોઇ નશો કરી ઘરે આવ્યા બાદ પંખામાં ચૂંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેથી 



પરિવારજનો એ તેને ઉતારી ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર બાબુ પાંચ ભાઇમાં વચેટ અને કઇ કામ ધંધો કરતો ન હોય જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…