જેતપરડાના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાનો લેખિત પત્ર
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ જેતપરડા ગામના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાની રજુઆત કરતા ગ્રામ પંચાયતે આ બાબતની જે તે દબાણકર્તાને નોટિસ આપી દબાણ ખાલી કરવા જણાવ્યું છે. પંચાયતે આ બાબતનો ઠરાવ પણ કરેલો છે, આમ છતાં અમલ નહીં થતા અરજદાર કુલદિપસિંહે મુખ્ય મંત્રીશ્રીને લેખિત રજુઆત કરેલ.
મુખ્ય મંત્રીશ્રીના કાર્યાલય માંથી કલેકટરશ્રી મોરબીને કાર્યવાહી કરતા મોરબી કલેકટરશ્રીએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને તારીખ: 3/4/2023 ના લેખિત આદેશ આપી કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે.
હવે આગળ શું કાર્યવાહી થશે એ બાબતે લોકોની મીટ છે.