ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો
રાજકોટમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં સભા રાખવાનું ભાજપને ભારે પડી ગયું છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપે સભા કરી હતી હવે ચૂંટણી પંચે રાજકોટ કલેકટરને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.
લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપના
ઉમેદવાર પરસોતમ રૂપાલા અને આગેવાનોએ બેઠક કરી હતી. તે વખતે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પરંતુ જિલ્લા
વહીવટી તંત્રએ રિપોર્ટ સબમીટ કરી દીધો હતો અને ભાજપના નેતાનું નિવેદન નોંધ્યું હતું કે બેઠક મંદિરના પાછળના ભાગમાં સભા ગૃહમાં
મીટિંગ કરી હતી. પરંતુ મીડિયામાં પુરાવા સાથે અહેવાલો છપાતા આખરે ચૂંટણી પંચે કલેક્ટરને તપાસનો આદેશ કર્યો છે. ભાજપ વાળા
અત્યારે ભેરવાઇ ગયા છે.