પોલીસે આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ બે બાઈક રીકવર કર્યા
વાંકાનેર સીટી પોલીસ ટીમે જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે પરથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને પૂછપરછમાં અન્ય એક ચોરીના ગુનાની કબુલાત આપતા પોલીસે ચોરી થયેલ બે બાઈક રીકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર સીટી પોલીસ ટીમ જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ કામગીરી કરતી હતી ત્યારે મોરબી તરફથી એક બાઈક પુરઝડપે આવતા તેને રોકી નામઠામ પૂછતાં અને બાઈકના કાગળો પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી બાઈક ચાલકની સઘન પૂછપરછ કરતા વાંકાનેર જ્યોતિ સેનેટરીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી અને અન્ય એક બાઈક વાંકાનેર સોમાણી સેનેટરીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી વાંકાનેર સીટી પોલીસે ચોરી થયેલ બે બાઈક કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…