ચંદ્રપુર- ગેલેક્સી સોસાયટીમાં રહેતો શખ્સ વડોદરા જેલ હવાલે કરાયો
રંગપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમને પાસા તળે મધ્યસ્થ વડોદરા જેલ હવાલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉવ.૪૧) રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થઇ આવેલ હોય અને
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ સર્વેલન્સ સ્ટાફ સાથે વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળનાર છે. જેથી આરોપીની વોચમાં રહેતા વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા આરોપીને અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે…
રંગપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે…
વાંકાનેર તાલુકા સર્વેલન્સ પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સ્લીપ કારખાનાની બાજુમા સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો પ્રદીપભાઈ અનકભાઈ બછીયા (ઉ.વ. ૩૦), રહે .રંગપર, તા.વાંકાનેર, રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા (ઉ.વ.૩૬) રહે.ભલગામ તા.વાંકાનેર તથા સેમરાજ રાજુભાઈ ખાચર (ઉ.વ.૨૦) રહે. રંગપર તા. વાંકાનેરવાળાને પકડી પાડી ત્રણે ઇસમો વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…