દારૂ અને ટ્રાફિક અંગે તથા હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટના ગુનામાં ૨૩ વર્ષથી આરોપી નાસતો ફરતો હોય જે હાલ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લામાં હોવાની બાતમીને પગલે મોરબી એલસીબી ટીમે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વર્ષ ૨૦૦૦ ની સાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લૂંટને અંજામ આપી આરોપી સમસુ મનજી બારિયા રહે જાંબુઆ જીલ્લો મધ્યપ્રદેશ વાળો નાસતો ફરતો હતો જે ૨૩ વર્ષથી ફરાર ઇસમ હાલ તેના મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના રહેણાંક મકાન ખાતે હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી
અને જાંબુઆ જીલ્લાના મકાન ખાતેથી આરોપી સમસુ મનજી બારીયા (ઉ.વ.૪૬) વાળો મળી આવતા આરોપીને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે જે આરોપી ૨૩ વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે ઝડપી લેવામાં સફળતા મળી છે
દારૂ અંગેના ગુન્હા
સરતાનપર રોડ મિલેનિયમ સિરામિકમાં રહેતા શૈલેષ બાબુભાઇ ભુરીયા 32 અને લાકડધાર તળાવ પાસે રહેતા સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી 48 દેશી દારૂની કોથળી ઝડપાઇ. વીશીપરા ચોકમાંથી કરણ સનસુગમભાઇ નાયક પીધેલ પકડાયા.
દેવીપૂજક વિસ્તાર નવપરાના મનજીત રમેશભાઈ જિલિયા પીધેલ અવસ્થામાં મોટર સાયકલ સર્પ આકારે ચલાવતા ધરપકડ
હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ
પલાંસડીના રાહુલ રઘુભાઇ પીપળીયા અને ભીમગુડાના વિજય રમેશભાઈ સરાવાડીયા લાકડાના ધોકા સાથે નીકળતા કાયદેસરની કાર્યવાહી
ટ્રાફિક અંગેનો ગુન્હો
નવાપરાના સુખદેવ સીદીભાઈ ચારોલીયા પોતાના હવાલાવાળી રીક્ષા નં GJ-36-U-5526 પુરઝડપે ચલાવતા કાર્યવાહી