બે ઝડપાયાઃ ક્રુરતાપૂર્વક બાંધેલા ૧૦ અબોલ જીવોને બચાવી લેવાયા
વાંકાનેર: ચોટીલા નેશનલ હાઈવે ઉપર એક જ મહિનામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ત્રીજું વાહન ઝડપાતા પશુ હેરફેર વ્યાપક બની હોવાનું ફલિત થાય છે.
મળતી માહિતી મુજબ ચોટીલા – મોરબી ના જીવદયા પ્રેમીઓને માહિતી મળી કે વાંકાનેરથી ભરૂચ કતલખાના તરફ પશુઓ લઈને એક આઇસર નિકળેલ છે, જે અંગે મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલ ચોટીલા પોલીસને જાણ કરેલ હતી.
ચોટીલા પોલીસના ઇશ્વરભાઇ, દિલીપભાઈ સાથે જીવદયા પ્રેમી હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઇ અજાડીયા, રઘુભાઇ મોરબીના દિનેશભાઇ લોરિયા, કમલેશભાઈ આહિર સહિતનાં ગૌરક્ષકોની ટીમ હાઇવે ઉપર વોચ રાખી બાતમી વાળી આઇસર ટ્રક નિકળતા અટકાવી તલાશી લેતા એક પાડો, એક નાનો પાડો, આઠ ભેસો બેરહેમી અને ક્રુરતાપૂર્વક ખીચોખીચ બાંધેલ,
તેમજ કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર અને કોઇ પણ પ્રકારની પાસ પરમીટ વગર મળી આવેલ. પોલીસે ટ્રક લઈને જતા વાંકાનેરનાં સરવાણી બાબુભાઇ દિલીપભાઈ પરમાર અને રાજુભાઇ ફુલાભાઇ ચૌહાણ મળી આવેલ હતા, જેની પુછપરછમાં આ પશુઓ આઇસર ના માલિક અશરફ યાકુબભાઇ રે. વાંકાનેર વાળાના કહેવાથી દિધલીયા ગામનાં ભીખાભાઇએ ભરી આપેલ હોવાનું જણાવતા બંન્ને ડ્રાઇવર ક્લીનરની અટક કરી તમામ વિરૂધ્ધ ધોરણસર ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.