વાંકાનેર: તાજેતરમાં કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક પછી વાંકાનેરમાં માર્કેટ ચોકથી દાણાપીઠ ચોક સુધીના રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ વહેલી તકે શરુ કરવાની સૂચના આપ્યાના મીડિયા અહેવાલ છે. આ રસ્તા પર એક્સિસ બેંકથી વાંકાનેર શોપિંગ સેન્ટર સુધી ચોમાસામાં પાણી ભરાય છે. નવીનીકરણના થનાર કામ વખતે આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે. વહીવટી તંત્ર જો થોડીક જહેમત ઉઠાવે તો સમસ્યા હલ થઇ શકે તેમ છે.


ત્રણ- ત્રણ શેરીઓનું પાણી સિપાઈ શેરીમાંથી પ્રતાપ રોડ પર ચોમાસામાં આવે છે, એ પાણી અટકે નહીં અને સિપાઈ શેરીના રહેવાશીઓને કોઈ તકલીફ ન પડે અને રોડ પરની દુકાનોમાં પાણી ન ભરાય તે લેવલે એક્સિસ બેંક પાસેનો રોડ થોડો નીચો રાખવામાં આવે તો…


કુંભારપરાને જોડતા સિંધાવદર દરવાજા વાળા રોડ તરફ પાણી વહીને પતાળિયામાં જતું રહે અને લોકોને ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાથી કાયમી છૂટકારો મળી શકે તેમ છે. જવાશા રોડથી આવતું પાણી પણ આસાનીથી નીકળી શકે તેમ છે. (અગાઉ પ્રગતિ ક્લિનિક અને ફૌલાદ ઇલેક્ટ્રિક વચ્ચે નાળું એટલે જ તો મૂકવામાં આવેલું.)
હકીકતમાં તો આ મુદ્દે જયારે પ્રતાપ રોડ પર સિમેન્ટ રોડ બન્યો ત્યારે જ જો ધ્યાન આપવામાં આવ્યું હોત તો સમસ્યા જ ઉદભવી ન હોત. હવે જયારે રોડનું નવીનીકરણ થઇ જ રહ્યું છે ત્યારે આખા રોડનું લેવલ એ રીતે રખાય કે ક્યાંય પાણી ભરાઈ રહેવાની સમસ્યા જ ન રહે, એ લોકોના અને શહેરના રાહદારીઓના હિતમાં જરૂરી છે. આ વિસ્તારના લોકોએ પણ..
આ મુદ્દે એક આવેદન પત્ર સંબંધિત અધિકારીને આપીને માંગ કરવાની અને રોડ બને ત્યારે ધ્યાન આપવાની જરૂર છે, જેથી ભરાતા પાણીથી બિઝનેસ પર થતી પ્રતિકૂળ અસરથી બચી શકાય. રોડ બની ગયા પછી કંઈ નહીં થાય…
