આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી
વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે
(1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ દ્વારા પીજીવીસીએલને આપેલ નથી તેથી તેની નકલ ઉપ્લબ્ધ નથી.
(2) ચાલુ જુના મીટરની જગ્યાએ નવુ સ્માર્ટમીટર લગાડવુ જરૂરી છે તેવી કોઈ ગાઈડલાઈન કે હુકમ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા આપેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી.
(3) જુના મીટર ચાલુ હોય અને તેની જગ્યાએ નવા સ્માર્ટમીટર લગાવવા ફરજીયાત છે તેવો ગ્રાહક સુરક્ષા અધિનિયમનો કોઈ હુકમ આવેલ નથી. તેથી તેના હુકમની ખરી નકલ ઉપ્લબ્ધ નથી.
આમ જો પીજીવીસીએલના કોઈ કર્મચારી સ્માર્ટમીટર ધરાર મુકવા માંગતા હોય તો વીજ ગ્રાહકને આ માહિતી ઉપયોગી નીવડશે….

