કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

દૂધ ડેરીમાંથી દોઢ લાખની વસ્તુઓ ફેંકી દીધી

રોજમદાર તરીકે કામ કરતો શખ્સ આરોપી

કોમ્પ્યુટર, વજન કાંટા, C.C.T .V કેમેરા, N.V.R અમરસર પાસે આવેલ શીતકેન્દ્રના સ્લજ ટેંકમાં ફેંકી નુકશાન કર્યું

વાંકાનેર: અમરસર ફાટક પાસે આવેલ શીત કેન્દ્ર (દૂધ ડેરી)માંથી રોજમદાર તરીકે કામ કરતા શખ્સે લેબોરેટરીમા રાખેલ કોમ્પ્યુટર, વજન કાંટા, C.C.T .V કેમેરા, N.V.R મળી કુલ કિંમત રૂ. ૧,૪૫,૦૦૦/- નો માલસામાન લઇ જઇ શીતકેન્દ્રમાં આવેલ સ્લજ ટેંકમાં ફેંકી દઇ બગાડ કરી નુકશાન કર્યાનો ગુનો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ અશ્વિનભાઇ છગનભાઇ રૈયાણી (ઉવ.૪૮) એ ફરિયાદમાં લખાવ્યું છે કે વાંકાનેર અમરસર ફાટક પાસે આવેલ શીત કેન્દ્રમાં મેનેજર તરીકે નોકરી કરું છું. ગઇ તા.૧૬/૧૧/૨૦૨૫ ના રવિવારના દિવસે સાંજના શીત કેન્દ્રમાં ડેરી રોજમદાર તરીકે કામ કરતા કર્મચારી વિજયભાઇ સોલંકીએ ફોન કરી જાણ કરેલ કે

શીત કેન્દ્રમાં લેબોરેટરી વિભાગમાં રાખેલ કોમ્પ્યુટર સીસ્ટમ વગેરે જોવામાં આવતા નથી, જેથી હું, લેબ ઇન્ચાર્જ સંદીપ હિરપરા, એમ.ડી. કિશન ગાબરા તથા B.O.D. અબ્દુલભાઈ અમરસર ફાટક પાસે આવેલ શીત કેન્દ્રે આવેલ અને જોયેલ તો શીત કેન્દ્રમાં લેબોરેટરી વિભાગમાં રાખેલ (૧) કોમ્પ્યુટર સીસ્ટમ જેમા CPU તથા મોનીટર વિગેરે મળી વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

કિ.રૂ. ૮૭,૦૦૦/- (૨) વજન કાંટાનુ મોડ્યુઅલ કિ.રૂ.૩૦,૦૦૦/- (૩) C.C.T.V કેમેરા નંગ-૦૪ કિ.રૂ.૧૪,૦૦૦/-( ૪) UPS નંગ-૦૨ કિ.રૂ.૧૩૦૦૦/- (૫) નેટ માટેનુ N.V.R (નેટવર્ક સ્વીચ) કિ.રૂ. ૧૦૦૦/- મળી કિ.રૂ.૧,૪૫,૦૦૦ /- જેટલી થાય છે તે તમામ વસ્તુઓ જોવામા આવેલ નહી જેથી શીતકેન્દ્રમાં રોજમદાર તરીકે કામ કરતા અલ્પેશભાઈ જોલપરાની પુછપરછ કરતા વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

વ્યવસ્થિત જવાબ આપેલ નહી જેથી વિશ્વાસમાં લઈ પુછતા ઉપરોકત તમામ વસ્તુઓ તેણે શીતકેન્દ્રમાં આવેલ સ્લજ ટેંકમાં ફેકી દીધેલ હોવાનુ જણાવેલ, જેથી આ અમારા શીતકેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતા અલ્પેશભાઈ રતીલાલ જોલપરા રહે, ગાયત્રી મંદીર પાસે, વાંકાનેર વાળાએ શીતકેન્દ્રની લેબોરેટરીમાં રાખેલ ઉપરોકત તમામ ચીજવસ્તુઓ કોઇપણ કારણસર લેબોરેટરીમાંથી લઇ જઇ સ્લજ ટેંકમા ફેંકી દઇ બગાડ નુકશાન કરેલ હોય જેથી હું, અશ્વિનભાઈ રૈયાણી તથા અશરફભાઇ કડીવાર અહીં પોલીસ ફરીયાદ નોંધવવા માટે આવેલ છીએ પોલીસખાતાએ ગુનો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ-૩૨૩,૩૨૪(૫) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!