વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી પસાર થતી એક કારમાં દેશી દારૂ પકડાયો છે.
જાણવા મળ્યા મુજબ વઘાસીયા ટોલ નાકા પાસે વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે આઈ-20 કાર નં જીજેઓ-3-5544 ને રોકી તપાસ કરતા 6 બાચકા
મળી કુલ 150 લીટર દેશી દારૂ કિંમત 3000 રૂપિયા અને કાર ની કિંમત બે લાખ ગણી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા શૈલેષ રાજાભાઈ
સિહોરાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે
સર્પકારે હીરો હોન્ડા ચલાવતા:
મિલ પ્લોટ ચોકમાં રહેતા જયંતિ ખોડાભાઈ બાવળીયા પોતાના હવાલાવાળું હીરો હોન્ડા જીજે-07-એસી-8204 નશાની હાલતમાં સર્પકારે ચલાવતા પકડાયા છે.