યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ
વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત રવિવારથી જ થઇ જતી હોય છે



હાલ આ લોકમેળાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ હજી ઉભો છે. વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકાના લોકો અહીં ઉમટી પડતા હોય છે.
