દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી તથા ભરતભાઇ સુરેલાએ આશિર્વાદ પાઠવ્યા
વાંકાનેર: જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત આઠમો સમૂહલગ્ન મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી ધનશ્યામબાપુ. મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, શ્રી વાઘજી ભગત, પુજારી તથા સેવકગણે હાજરી આપી હતી. લગ્નવિધિના શાણી મુકેશભાઇ મહેતા થકી સાથ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

ઉપરકોત આઠમા સમુહલગ્ન મહોત્સવમાં દાતાઓ દ્વારા તમામ દિકરીઓને ધર શણગાર સાથે કરીયાવરની તમામ વસ્તુઓ જેવી કે, સોના-ચાંદીના ધરેણાઓ. ધરવખરીની તમામ આઇટમો ભેટ સ્વરૂપે અપાઇ હતી.

આ પ્રસંગે ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ : ગુજરાત ચુવાળીયા કોળી સમાજ) તથા જેન્તીભાઇ મકેસણીયા, રામ કે. માણસુરીયા, રમેશભાઇ કણજરીયા, દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી, ભરતભાઇ સુરેલા તથા અન્ય આમંત્રિતોએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા.