રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે
જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે.

આ આઠમા સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના ૭ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દાતાશ્રીઓના સહયોગથી કરીયાવરમાં ૧૧૧ વસ્તુ આપવામાં આવશે.અંદાજીત ૫૦૦૦થી વધુ સંખ્યામાં જ્ઞાતિજનો ભોજન પ્રસાદ માણશે. આ પ્રસંગે સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજીક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓ, ડોકટરો, વકીલો, શિક્ષકો, પોલીસ મિત્રો, ઉચ્ચ કક્ષાના સરકારી કર્મચારીઓ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, નગરપાલીકા સદસ્યશ્રીઓ, કોળી ઠાકોર સમાજના ચાલતા વેલનાથ મંડળો માંધાતા ગ્રુપોના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહેશે.

સમગ્ર સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે જય વેલનાથ દાદા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, આરોગ્યનગર સમાજના સર્વે ભાઇઓ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ શ્રી વેલનાથ ધામ મંદિર સમુહલગ્ન સમિતિની યાદીમાં જણાવ્યું છે.
વધુ વિગત માટે જેન્તીભાઇ બી. મદ્રેસાણીયા (મો. ૯૮૨૫૬ ૪૩૬૮૪), રામભાઇ કે. માણસુરીયા (મો. ૯૯૭૮૩ ૧૫૫૧૫), રમેશભાઇ આર. કણજરીયા (મો. ૯૫૩૭૩ ૦૭૬૦૭) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
