કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરધારકાના યુવાનો સાથે ફ્રોડ કરનાર જેલહવાલે

સરધારકાના યુવાનો સાથે ફ્રોડ કરનાર જેલહવાલે

સરધારકાનો યુવાન પોલીસકર્મી છે

વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે રહેતા યુવાન સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને મારુતિ સુઝુકી ફ્રોન્સ કાર મંગાવી દેવાનું કહીને ડાઉન પેમેન્ટના નામે તેઓની પાસેથી કુલ મળીને 9.51 લાખ જુદીજુદી બેન્કના એકાઉન્ટમાં મેળવી લેવામાં આવ્યા હતા ફ્રોડ કરનાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ જેમાં એકને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાનાં સરધારકા ગામે રહેતા જયદીપભાઈ જીવરાજભાઈ ડાભી (28) એ એસબીઆઈ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને એસબીઆઈમાં એકાઉન્ટ ધરાવતા મયુરસિંહ કરણસિંહ ઝાલા તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને

છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ, જેમાં મારુતિ સુઝુકી ફ્રોન્સ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપીને તેઓની પાસેથી એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પૈસા મેળી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદી તથા સાહેદને કોઈપણ ઈલેક્ટ્રીક ડિવાઈઝ મારફતે કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યા અંગેની પહોંચ તથા સહી સિક્કો કરેલ ખોટા બનાવટી દસ્તાવેજ ફરિયાદી તથા સાહેદોને વ્હોટ્સએપમાં મોકલાવેલ હતા અને ફરિયાદી તથા સાહેદોએ આપેલા રૂપિયા પોતાનું એકાઉન્ટમાં મેળવી ફરિયાદી તથા સાહેદોને કાર ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી, પોલીસ કર્મી સહીતને સસ્તામાં કાર આપવાની લાલચ આપવામાં આવી હતી અને

તેમાં પ્રથમ સુરત ખાતે બુકિંગ કરવામાં આવેલ છે તેમ કહેવામાં આવ્યું હતું. જેથી સામેવાળા પોલીસમેનોએ ચાલો કાર જોવા જઈએ તેમ કહેતા ફ્રોડ કરનાર વ્યક્તિ દ્વારા હિંમતનગરમાં કારનું બુકિંગ કરાવવામાં આવ્યું છે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યાં કોઈ સાથે પાંચ-પાંચ હજાર ડાઉન પેમેન્ટમાં કારનું બુકિંગ કરવામાં આવ્યું હતું, જેની પહોંચ બતાવવામાં આવી હતી અને તેના આધારે પોલીસ કર્મચારી સહીતનાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, તપાસના અંતે ફ્રોડ કરનાર કાર લે-વેચનું કામ કરતા મીતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા દરબાર (૨૧) રહે. ઋષભનગર મેઇન રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.રાણી ગામ તા.જેસર જી.ભાવનગર વાળાની ગત તા.૧૧-૫ ના અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!