સરકારે નવા નિયમ જાહેર કર્યાં
નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.
પોસ્ટપેઈડ બિલનું પેમેન્ટ ન કરવા પર ટેલીકોમ કંપનીઓને આ મંજૂરી મળી જાય છે કે તે વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે. પરંતુ પહેલા આ નહોતું. આ પહેલા તમારા કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દેવામાં આવતું હતું. સાથે બિલ પેમેન્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તો કંપનીના એજન્ટ તમને વારંવાર કોલ કરતા હતા. જો આ બધી વસ્તુને નજરઅંદાજ કરનાર સામે વિરુદ્ધ કેસ દાખલ થઈ શકે છે.
ત્યારબાદ ડેબ્ટ કલેક્ટરની પાસે તમારો કેસ ફોરવર્ડ કરી દેવામાં આવે છે. ડેબ્ટ કલેક્ટર તમને બિલની ચુકવણી કરવાની વિનંતી કરે છે. સાથે તેની પાસે સંપૂર્ણ અધિકાર હોય છે કે તે ન માનવા પર લીગલ નોટિસ પણ જાહેર કરી શકે છે. જો તમે સતત આમ કરો છો તો તમારી વિરુદ્ધ લીગલ નોટિસ જારી કરી દેવામાં આવે છે. નક્કી તારીખ પર જો તમે કોર્ટમાં હાજર ન થાવ તો તમને ડિફોલ્ટર જાહેર કરી શકાય છે.
કોર્ટ જ તમને નોકરી અને કમાણી સંબંધિત સવાલ પૂછી શકે છે. જો તમે ત્યારબાદ પણ બિલ ન ભરો તો મોબાઈલ કંપની કોર્ટને સિવિલ વોરંટ ઈશ્યૂ કરવા માટે કહે છે. એકવાર સિવિલ વોરંટ જારી થયા બાદ પોલીસ તમારી ધરપકડ કરી શકે છે. એકવાર ધરપકડ થયા બાદ તમારે નક્કી રકમની ચુકવણી કરવી પડશે. કારણ કે ત્યારબાદ તમારા વિરુદ્ધ બીજીવાર પણ વોરંટ જારી કરી શકાય છે. તેનાથી ડીલ કરવા માટે તમારે એક નક્કી રકમની ચુકવણી કરી દેવી જોઈએ.