જેલમાં હાજર થવાને બદલે છેલ્લા એકાદ માસ ઉપરથી ફરાર હતો
સુરેન્દ્રનગર: મળતી માહિતી મુજબ રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નં.48644 જગદીશભાઇ રામજીભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.47, રહે.હાલ-વાંકાનેર, રેયશેરા ક્રિયેશન કારખાનામાં, જી.મોરબી રહે. મુળ-બ્રહ્મપુરી (વણકી/દેવસર), તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળો ગઇ તા.1/03/2013 ના રોજ દિન-15 ની પેરોલ રજા ઉપર છુટીને ધરે આવેલ હતો.
રજા પુરી થયે તા.26/03/2013 ના રોજ રાજકોટ જેલ ખાતે હાજર થવાનુ હતું, પરંતુ હાજર થયેલ નહીં અને છેલ્લા એકાદ માસ ઉપરથી ફરાર થયેલ હોય; મજકુર કેદી બાબતે હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસના માધ્યમથી સૉર્ટ હકીકત મેળવી મજકુર કેદીને વાંકાનેર ખાતેથી શોધી કાઢી હસ્તગત કરી, મજકુર કેદીનો કોવિડ-19 અનવ્યે ટેસ્ટ કરાવી રિપોર્ટ નેગેટીવ આવતા મજકુર કેદીને યોગ્ય પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા આગળની તજવીજ કરવામાં આવેલ છે.