વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા
રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા. સદગત નટવરભાઈ શાહ તે અનિશભાઈ, ભરતભાઈ (મુંબઈ) તથા નિકીતા આશીષ મહેતાના પિતાશ્રી તથા ઋષિરાજના દાદા, દર્શનાબેન, ચારૂબેન તથા પારૂલબેનના સસરા થતા હતા.
વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા અને માયાળુ સ્વભાવના હતા. કમલ સુવાસ ન્યુઝ શ્રદ્ધાંજલિ અર્પે છે….