જાલીડાના યુવાનને ટોલનાકા પાસે ટ્રકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત
વાંકાનેર તાલુકાના જેપુર ગામે રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેપુર ગામે રહેતા રાયધાભાઈ વાલાભાઈ ચાવડા (૪૫) નામનો યુવાન ગત તા. ૧૭/૧૨ ના રોજ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા છે
જાલીડાને યુવાનને ટોલનાકા પાસે ટ્રકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર ટોલનાકા પાસેના પેટ્રોલ પંપની સામે ગત રાતના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ગત રાત્રીના અજાણ્યા ટ્રક ચાલકે કારને હડફેટ લેતા વાંકાનેર તાલુકાના રહેવાસી એવા રબારી યુવાનને હાલ સારવાર માટે મોરબી ખસેડાયો છે.
ઉપરોકત અકસ્માત બાબતે વધુમાં સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, વાંકાનેર તાલુકાના જાલીડા ગામના ગોવિંદભાઈ બેચરભાઈ લોહ જાતે રબારી નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત ગોવિંદભાઈ રબારી કારમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકા નજીકના પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે તેઓની કારને ઠોકર મારતા સર્જાયેલ વાહન અકસ્માતમાં તેમને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ખસેડાયા હતા.હાલ આ અકસ્માત સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સરતાનપરના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેલ રોડ ઉપર આવેલ વાંકાનેર દરવાજા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવવામાં પદ્માભાઈ શીવાભાઈ કોળી (ઉમર ૨૨) રહે.સરતાનપર રોડ વાંકાનેર હાઇવે મોરબી વાળાને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો અને ત્યાંથી બનાવની જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.