વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી યુવાન મોરબી તાલુકામાં આવેલ સિરામિકના કારખાનામાં કામે ગયો હતો, ત્યારે વર્ષ 2019 માં સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં આરોપીને કોર્ટે 10 વર્ષની સખ્ત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે…
મળેલ માહિતી મુજબ વર્ષ 2019માં મોરબી તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં જ લેબર ક્વાટર્સમાં રહેતો મૂળ વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી ઘનશ્યામ ઉર્ફે ઘનો કાળુભાઇ ગોગીયા (21) નામનો શખ્સ લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હતો અને સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો હતો…
અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મદદનીસ સરકારી વકીલ નિરજ કારીઆની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઇને આરોપી ઘનો કાળુભાઇ ગોગીયાને 10 વર્ષની સજા અને જુદીજુદી કલમ હેઠળ 25 હજારનો દંડ કર્યો છે. અને ભોગ બનનાર સગીરાને કોર્ટે 4 લાખનું વળતર અને આરોપી દંડ ભરે તો તેના સહિત કુલ મળીને 4.25 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે…