કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જાલીડાના શખ્સને અજાણ્યા ચાર ઈસમોએ માર માર્યો

દુધની ડેરી ચલાવતા વિશાલભાઇ ઉર્ફે મુન્નાભાઈ પર હુમલો

વાંકાનેર: તાલુકાના જાલીડા ગામના એક શખ્સને અજાણ્યા ચાર ઇસમોએ કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમા આવી કોઇપણ કારણોસર લોખંડના પાઈપથી માર મારી મુંઢ ઈજા તથા ફ્રેકચર ઇજાઓ અને ક્રેટા કારમાં કાચ તોડી નુકસાન કર્યાની ફરીયાદ થઇ છે.

આ બનાવમાં જાણવા મળ્યા મુજબ જાલીડા ગામમાં દુધની ડેરી ચલાવતા વિશાલભાઇ ઉર્ફે મુન્નાભાઈ માણસુરભાઇ લોહ જાતે રબારી (ઉ.વ ૩૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૮/૦૭/૨૪ ના રોજ પોતે પોતાના દીકરા રામ તથા ધર્મેશને રાજકોટ ખાતે અભ્યાસ કરતા હોઇ ફી ના રુપીયા ભરવા માટે હ્યુંડાઇ ક્રેટા કાર રજી.નં. GJ 03 NF 0079 જે તેમના સંબંધી વસંતભાઇ નાથાભાઈ પરમાર (રાજકોટ)ના નામથી

લીધેલ છે, તે લઇને ગયેલ, પરત ફરતા જાલીડા ગામ પહેલા રામદેવપીરના મંદીર પાસે એક નંબર પ્લેટ વગરની કાળા કલરની થાર ગાડી જે પાછળ આવતી હતી તેને લાઇટ ડીમફુલ કરેલ, જેથી પોતાએ કાર ઉભી રાખેલ અને થાર વાળા કારની થોડે આગળ ક્રોસમા ગાડી ઉભી રાખેલ અને ડ્રાઇવરે ગારીડા જવા માટે રસ્તો પૂછેલ. ફરિયાદીએ જવાબ આપેલ કે ગારીડા ગામ પાછળ રહી ગયેલ છે. તેવામાં થારમાંથી

ત્રણ માણસો ઉતરેલ અને લોખંડના પાઇપથી પોતાની ક્રેટા કારના આગળના દરવાજાના અને આગળનો કાચ તોડી નાખેલ, દરવાજો ખોલી પોતાની ગાડીની ચાવી કાઢી નીચે ઉતારી દીધેલ. ફરિયાદીને ત્રણેય જણાએ લોખંડના પાઇપથી શરીરે આડેધડ માર મારવા લાગેલ હતા, પોતાએ એક લોખંડનો પાઇપ પકડી લીધેલ અને પડાવી એકને એક ઘા મારી દીધેલ હતો. ત્યારબાદ પોતે નીચે પડી જતા થાર ગાડીની

ડ્રાઇવર શીટ ઉપર બેઠેલ ઇસમે નીચે ઉતરી તેની પાસેના લોખંડના પાઇપથી બે ઘા મારેલ હતા. તેવામાં બાજુના ખેતર વાળા દેકારો સાંભળી બતીઓ કરતા હતા એટલે થાર ગાડીવાળા જતા રહેલ. ફરિયાદીએ પોતાના કુટુંબી મુકેશભાઇ રણછોડભાઈને ફોન કરી બોલાવેલ અને થોડીવારમાં બાજુમાં ખેતીકામ કરતા મનસુખભાઇ કોળી, સ્કુલવાન ચલાવતા નારણભાઇ કોળી, ફરિયાદીના કાકા અરજણભાઇ

પુનાભાઇ લોહ અને તેમનો દીકરો હરેશભાઇ અરજણભાઇ લોહ અને કાકાનો દીકરો મુકેશ રણછોડભાઇ લોહ આવી ગયેલ હતા.પછી વાંકાનેર દવાખાને અને પછી મોરબી સમર્પણ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ છે. જ્યાં ડોકટર સાહેબે ડાબા પગમાં બે ફેકચર તથા જમણા હાથમાં એક ફ્રેકચર તથા શરીરે મુંઢ ઇજાઓ થયેલ હોવાનુ જણાવેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!