મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ-ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખડાવાઈ
વાંકાનેર: દીપક ફિનોલિક્સ લિમિટેડના નાણાકીય સહયોગથી દીપક ફાઉન્ડેશન વાંકાનેર તાલુકાના ૧૯ થી વધુ ગામોમાં પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વિનામૂલ્યે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે, જે લોકો જરૂરી દસ્તાવેજો તથા પાત્રતા ધરાવે છે, તેમને યોજના મુજબ લાભ મળે ત્યાં સુધી સતત અનુસરણની કામગીરી પણ કરવામાં આવે છે.

સંગાથ પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા, મે-૨૦૨૫ મહિનામાં આઈ -ખેડૂત પોર્ટલ પર વાંકાનેર તાલુકાના જાલી ગામની ૨૮ બહેનોને મહિલા વૃતિકા તાલીમ યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પ્રોસેસિંગ વિષયક બે દિવસીય તાલીમ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી.
અરજીઓ મંજૂર થતા, જાલી ગામ ખાતે મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાન હેઠળ તથા ગુજરાત સરકારના નવીન અભિગમને ધ્યાનમાં રાખીને, ગામની બહેનોને ઘરે બેઠા આજીવિકા મેળવવામાં પગભર થાય તે હેતુસર દીપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ અંતર્ગત બાગાયત વિભાગના સહયોગથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


મોરબી જિલ્લાના બાગાયત વિભાગના નાયબ નિયામક શ્રી પરાગ કાચા દ્વારા બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી. તાલીમ દરમિયાન બહેનોને મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ અને ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખવવામાં આવી હતી…