છતાં ખેડૂતોને તકેદારી રાખવા ત્યાંના સરપંચ ડી. કે. ડાંગરે અપીલ કરી
બીજી મે ના રોજ જાલસીકા ગામની સીમમાં આવેલ હેમંતભાઇની વાડીએ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા, ત્યાં થોડીવારમાં જ દીપડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો હતો, પરંતુ દીપડાએ ત્યાં બાંધેલ પશુઓમાંથી એક ગાયનું મારણ કરી ફાડી ખાધી હતી.




આ પછી લોકોમાં દહેશત ફેલાઈ હતી. જંગલ ખાતાએ દીપડાને પૂરવા પાંજરું ગોઠવ્યું હતું, મળતી માહિતી મુજબ જાલસીકા – વસુંધરા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી માલ ઢોર ગાય-વાછરડા ત્થા ભેસના મારણ કરતો દીપડો આજે પાંજરે પુરાતા ખેડૂતોના અધ્ધર થયેલ શ્વાસ કંઇક હદે શાંત થથયા છે. હજૂ વધુ દિપડા આ વિસ્તારમાં હોય ખેડૂતો તકેદારી રાખવા ત્યાંના સરપંચ ડી. કે. ડાંગરે અપીલ કરી છે.
