કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

GETCO ની દાદાગીરી સામે જાલસીકાના ખેડૂતોમાં આક્રોશ

GETCO ની દાદાગીરી સામે જાલસીકાના ખેડૂતોમાં આક્રોશ

રાજકારણીઓ ટૂંકા પડયા

અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ

બાજુના સરકારી ખરાબાને બદલે ખેતરમાંથી જ વીજલાઇન પસાર કરવાનો દુરાગ્રહ

આથી હોલમઢ, જાલસીકા, ઘીયાવડની અને આજુબાજુના વિસ્તારની જમીનના ભાવ પણ ઘટશે
વાંકાનેર: તાલુકાના જાલસીકાના ખેડૂતોના ખેતરમાંથી કેન્દ્ર સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળની 220 કે.વી.ની આ હાઇ વોલ્ટેજ લાઇન GETCO દ્વારા પસાર કરવા સામે ખેડૂતોએ વાંધો લીધો છે, આ લાઈન ખેતરમાંથી નહીં પણ બાજુની સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો તેમને થતું નુકસાન અટકી શકે છે અને તો તેની લંબાણ પણ ઘટી જશે તેમ ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોએ રજૂઆતો ઘણી કરી છે, જે આજ સુધી બહેરા કાને અથડાઈ છે….

જાલસીકા ગામના 13 ખાતેદારોએ લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની આજીવિકાને તો GETCO એ ભયમાં મૂકી જ છે, તેની સાથે લગભગ 500 જેટલી ગાયો માટેના ઘાસચારાની વ્યવસ્થા જે ખેતરોમાંથી થાય છે તે ખેતરોને પણ તેણે હડફેટે લઈ લીધા છે.
આ ખેડૂતો નાના ખેડૂતો છે, તેમની પાસે માંડ પાંચ કે દસ વીઘા જમીન છે. આ જમીન તેમની મરણમૂડી છે. હવે આટલો મોટી હાઇ વોલ્ટેજ લાઇન તેમના ખેતરમાંથી પસાર થાય તો તેઓ તેમના ખેતરમાં કશું કરી શકવા સમર્થ નહીં રહે. ફક્ત એટલું જ નહીં તેમના જમીનની કિંમત પણ શૂન્ય થઈ જશે. આ ઉપરાંત અહીં વળતરનો તો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી…

ખેડૂતોની વારંવારની રજૂઆતો છતાં તેમની વાત ધ્યાનમાં લીધી નથી. આટલું ઓછું હોય તેમ આના કારણે 31 માર્ચ 2023ના રોજ વાંકાનેરના નાયબ કલેક્ટરે GETCO ને અનુસરતા હોય તેમ આદેશ આપ્યો હતો, ખેડૂતોએ તેના વિરોધમાં કલેક્ટર સમક્ષ પણ અપીલ કરી હતી, પરંતુ આજના દિવસ સુધી હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વિધાનસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉદયભાઈ કાનગડ સહિતના અનેક રાજકારણીઓને લેખિતમાં અને મૌખિકમાં બધી રીતે રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં GETCO કોઈને ગાંઠતું જ નથી તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. તેના અધિકારીઓ રીતસરની મનમાની કરી રહ્યા છે…

જાલસીકા ગામના ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમણે કલેક્ટર સમક્ષ કરેલી અપીલનો જવાબ આવ્યો નથી. અરજી પેન્ડિંગ હોય ત્યારે કોઈ કાર્યવાહી થતી નથી, આમ છતાં GETCO ના અધિકારીઓની દાદાગીરી સહન ન કરી શકાય તેવી સ્થિતિએ પહોંચી છે. આ ઉપરાંત ખેડૂતોને મીટિંગમાં બોલાવ્યા અને તેમની સહી લઈ લીધી છે. વાસ્તવમાં મીટિંગમાં હાજર હોવાનો અર્થ એવો ન થાય કે ખેડૂતો સંમત થઈ ગયા. પણ હવે GETCOએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મીટિંગ બોલાવી ખેડૂતોની જાણ બહાર તેમની સહીઓ લઈ લીધી છે અને હવે તે ખેડૂતોએ સહીઓ કરી દીધી હોવાનો દાવો કરે છે. આમ તેણે રીતસરની છેતરપિંડી આચરી છે. વાસ્તવમાં આ મીટિંગ ખેડૂતોની વાત સાંભળવા માટેની હતી, હવે ખેડૂતોની ખોટી રીતે સહી લઈને તેનો ઉપયોગ તેમની સામે જ કરવામાં આવી રહ્યો છે…
GETCO હવે ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ હાલમાં ખેડૂતોના વિરોધ વચ્ચે હોલમઢ ગામ ખાતે આ લાઇન નાખી દેવામાં આવી છે. જાલસીકા સુધી લાઇન હજી સુધી આવી નથી. આ એજન્સી ધીઆવડના ખેડૂતોને પણ આ જ રીતે જંગી નુકસાનના ખાડામાં ઉતારી રહ્યું છે. તેના કારણે સમગ્ર પંથકના આ સરકારી એજન્સી સામેનો આક્રોશ ઉગ્ર બન્યો છે. તેઓએ જાતે ડ્રોન દ્વારા શૂટ કરીને હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વિકલ્પો તંત્ર સુધી પહોંચાડ્યા છે. હવે જો તંત્ર આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો ખેડૂત આંદોલનના મંડાણ નિશ્ચિત છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!