કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જાલસીકા ગામે દીપડો પકડવા પાંજરું મુકાયું

વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે રામપરા અભ્યારણ નજીક આવેલા હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ શનિવારે બપોર બાદ જાલસીકા નજીક દિપડાને પકડી પાડવા પાંજરું મુકાયું હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું.

વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું કે, હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં છેલ્લા બે દિવસથી દીપડો દેખા દેતો હોવાની બન્ને ગામના લોકોની ફરિયાદ બાદ શનિવારે જાલસીકા ગામમાં આવેલ ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે,

રામપરા વીડી અને હોલમઢ વિસ્તારમાં દીપડાનો કાયમી વસાવટ છે ત્યારે બે દિવસથી દીપડો ગામ નજીક આંટાફેરો કરી રહ્યો હોવાની ફરિયાદ બાદ વનવિભાગે કાર્યવાહી કરી હોવાનું જાહેર કરાયું છે.

પીધેલ:
(1) આરોગ્યનગર ભારત ઓઇલ મિલ પાછળ રહેતા રાજેશ જગદીશભાઈ દેત્રોજા (2) જીનપરા શેરી નં 4 માં રહેતા મયુરસિંહ કિરીટસિંહ ઝાલા અને (3) પંચાસર રોડ નવાપરાના ફિરોઝ આદમભાઇ કટિયા પીધેલ પકડાયા
દારૂ સાથે:
રાતીદેવરીના મેરુ રઘુભાઇ જોગળીયા દેશી દારૂ સાથે પકડાયા

ટ્રાફિક નિયમના ભંગ:
સમઢિયાળાના સોયબઅલી યુસુફભાઇ બાદી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!