વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ગઈ કાલે નદીમાં ડૂબેલા યુવાનનો હજી પત્તો લાગ્યો નથી..
વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ નજીકથી પસાર થતી નદીમાં ગઈ કાલે વહેલી સવારે ભાવેશભાઈ રાવત ભાઈ ડાંગર (ઉ.વ.40) મંદિરેથી ગામ તરફ જવા નીકળ્યો હતો, પરંતુ કોઈ કારણોસર પાણીના વહેણમાં તણાઈ ગયો હતું, જેથી બનાવની ગામ લોકોએ તંત્રને જાણ કરી હતી, પ્રાંત અધિકારીએ તાત્કાલિક તરવૈયા બે દોડાવ્યા હતા, ઘટનાને પગલે વાંકાનેર ટીડીઓ આર. એમ. કોંઢીયાએ મોરબી ફાયર વિભાગની ટીમની મદદ લઇ યુવાનની શોધખોળ શરુ કરી હતી. છ કલાકની જહેમત બાદ પણ યુવાનનો પત્તો મળ્યો નહોતો. જાણવા મળ્યા મુજબ હવે આજે સવારે NDRF ની ટિમ યુવાનની શોધ ચલાવશે. ભાવેશભાઈ અપરણિત હતા…