રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકેથી હાજર થવા ફોન આવેલ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકેથી હાજર થવા ફોન આવતા રહે. જાલસીકા ગામ તાલુકો વાંકાનેરના યુવાને ઝેરી દવા પી લીધી હતી. 37 વર્ષીય લાખા ગમારા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે….

મળેલ માહિતી મુજબ, લાખા મચ્છાભાઈ ગમારા ગત રાત્રે એક વાગ્યાં આસપાસ પોતે ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવારમાં લાવતા ઈમરજન્સી વિભાગમાં દાખલ કરેલ.
ગઈકાલે લાખાને રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ મથક ખાતેથી કોલ આવ્યો હતો. જે મુજબ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી કોઈને મેસેજ ફોટો મોકલી પજવણી કરતા હોવાની તેમના વિરુદ્ધ અરજી આવી હોવાનું જણાવાયું હતું. સાંજે 5 વાગ્યે 

હાજર થઈ જવા કહેવાયું હતું. જોકે પરિવારના વડીલોએ પોલીસ સાથે વાત કરી આજે તા.19ના રોજ સવારે 11 વાગ્યે હાજર કરી દેશે તેમ વાત થઈ હતી. પરંતુ તે પહેલા રાત્રે જ લાખાએ ઝેરી દવા પી લીધી હતી. લાખા ગમારા પશુ પાલનનો વ્યવસાય કરે છે. તે 2 ભાઈ 3 બેન મોટો છે. તેને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી છે. હાલ તે સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી…