કાર્યક્રમ ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના
ફારીગ થનારી કુલ ૬૦ છાત્રાઓને સનદ/ રીદા ઇનાયત કરવામાં આવશે
વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢમાં આવેલ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત (મો 99256 64051) માં તા. ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના રોજ દ્વિતીય વાર્ષીક રીદા પોશીનો ભવ્ય કાર્યક્રમ ઇમાની અને રૂહાની માહોલમાં ઉજવવામાં આવનાર છે. જેમાં જામેઆહમાંથી ફારીગ થનારી કુલ ૬૦ છાત્રાઓ છે. જે પૈકી, ૧૭ આલિમા વ ફાઝિલા વ કારીયાહ, ૧પ કારીયાહ અને ર૮ ખત્મે નાઝરા નો સમાવેશ થાય છે, જેમને સનદ અને રીદા (ચાદર) ઇનાયત કરવામાં આવશે. ઇન્શાઅલ્લાહ.
આ મુબારક પ્રસંગે નામાંકિત ઓલમાએ કિરામ અને મશાઈખે ઇઝામ પધારશે, જેઓ વર્તમાન સમયના સંદર્ભમાં કૌમ અને મિલ્લતનું માર્ગદર્શન કરશે અને એહલે સુન્નત વ જમાઅતના અકીદા અને અમલની ઇસ્લાહ પર પ્રવચન આપશે. આ સંમેલનને યાદગાર બનાવવા માટે ખાસ કરીને રાજસ્થાનની ધરતી પરથી ખાલીદ અય્યુબ મિસ્બાહી અને અને મહારાષ્ટ્રની ધરતી પરથી શમશીર અલી મિસ્બાહી આ કાર્યક્રમમાં હાજરી આપશે, પ્રોગ્રામ નીચે મુજબ છે…

તારીખ: ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવીવાર સવારે- ૭:૩૦ થી ૯:૩૦ ઔરતોનો પ્રોગ્રામ,
સવારે- ૯:૩૦ થી ૧૦:૩૦ ખત્મે બુખારી શરીફ
સવારે ૧૦:૩૦ વાગ્યા બાદ નાતશરીફ તથા તકરીર
તમામ ગ્રામજનો તથા સુન્ની મુસ્લિમ મોમીન જમાતને સહ પરિવાર સાથે ઉપસ્થિત રહી સવાબદાર બનવા મૌલાના ગુલામ હુસેન અશરફી – પ્રતાપગઢ તથા ટ્રસ્ટ મંડળ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત – પ્રતાપગઢ તરફથી હાર્દિક દાવત છે…
