નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો
આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના ખર્ચે નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો હતો. સૈયદ જમાતના પીરે તરીકત ઝાકીર હુશેન બાપુ (માંગરોળવાળા)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રસંગે ૨૦ યુગલોએ નિકાહ પઢી જીવનસાથી તરીકે જોડાયા હતા.

અતિથી વિશેષપદે કાઝીએ ગુજરાત સલીમ બાપુ (જામનગરવાળા), પાટીદાર અને સહકારી ક્ષેત્રના અગ્રણી હસમુખભાઇ ગાંભવા, ગૌભકત અને સમાજસેવી બીપીનભાઇ કાસુન્દ્રા, તા.પં. સદસ્ય મુળુભાઇ કુંભારવાડીયા, દાવલશા પીર દરગાહના ટ્રસ્ટી ડાયાભાઇ કુંભારવાડીયા, આમરણ ગ્રા.પં.સરપંચ મોહનભાઇ પરમાર, ડાયમંડનગર ગ્રા.પં. સરપંચ કેશુભાઇ કાસુન્દ્રા, પુર્વ સરપંચ શાંતીલાલ જાફાસણીયા, પુર્વ સરપંચ નિમેષભાઇ ગાંભવા, વેપારી અગ્રણી યોગેશભાઇ વાઘડીયા, કિસાન અગ્રણી વસંતભાઇ ભાલોડીયા, નીતીનભાઇ પટેલ (શાળા સંચાલક) વગેરે હાજર રહયા હતા. દાવલશા એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ મૌલાના અલ્તાફ હુશેને ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરી સૌને આવકાર્ય હતા.

આ તકે વકતાઓએ દાવલશા એજયુકેશન ટ્રસ્ટની શૈક્ષણીક અને સામાજીક પ્રવૃતિઓને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઇ પણ સમાજની ઉન્નતીનો પાયો છે. કુરિવાજો અને સંકુચીત માનસને ત્યાગી બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અપીલ કરી હતી. આર્થીક સામાજીક શૈક્ષણીક પછાત મુસ્લીમ સમાજના દીકરા દીકરીઓને શિક્ષણના માધ્યમથી વર્તમાન પ્રવાહો સાથે જોડાઇને તાલમેલ મેળવવાનો સમય હવે પાકી ગયાનો અનુરોધ કરાયો હતો. પારકા ઘરમાં દુલ્હન તરીકે પ્રવેશતી દીકરીને અપાતો પ્રેમ એ જન્નતનો સાચો માર્ગ છે તેવી શીખ આપી હતી. દુલ્હા-દુલ્હન સંકુચીત વિચારધારાને ત્યાગી આવનારી નવી પેઢીને શિક્ષણના માધ્યમથી ઉચ્ચ વિચારોનું બીજારોપણ કરે તેવીવિચારધારાને ત્યાગા આવનારા નવા પદાને શિક્ષણના માધ્યમથા ઉચ્ચ વિચારાનુ બાજારાપણ કર તવા શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દાતાઓ દ્વારા દુલ્હનોને કરીયાવરમાં ૬૧ કિંમતી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે દાવલશા એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત શૈક્ષણીક સંકુલના પ્રાંગણમાં રૂપીયા ૬૦ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જામીયાહ ફૈઝાને દાવલશાહ સરકાર શૈક્ષણીક ભવનને પાટીદાર અને સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી હસમુખભાઇ ગાંભવાના હસ્તે રિબીન કાપી ઉદઘાટીત કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. હિન્દુ સમાજના આગેવાનોની હાજરીમાં નવા બનેલા ભવનને અર્પીત કરી હીન્દુ મુસ્લીમ એકતાના દર્શન કરાવાયા હતા. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દાવલશા એજયુ. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના અલ્તાફ હુશેન બાપુ, મુસ્લીમજમાતના પ્રમુખ અબ્દુલ કાદરબાપુ, અગ્રણી ખાદીમ કાસમમિંયા મુસામિયાબાપુ બુખારી તેમજ રોશની કમીટીના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.