કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

જામસરના યુવાનનું કાર હડફેટે મોત નીપજ્યું

શીવપુર પાસે મોટરસાયકલ લઈને જતા હતા

વાંકાનેર: અહીંથી શીવપુર (હળવદ) તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને મજુરી કામ કરતા કિશન રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ.૨૭) એ આરોપી સ્કોર્પિયો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી-૧૪૭૭ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની સ્કોર્પીયો કાર રજી નંબર-જી-જે-૩૬-ટી-૧૪૭૭ વાળી શીવપુરથી ચેપાકુવા તરફ આવતાવાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

રોડ ઉપર પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી ચેપાકુવા તરફથી મોટરસાયકલ નંબર-જીજે-૩૬ -એચ-૯૧૧૬ વાળુ લઇને આવતા ફરીયાદીના ભાઇ મેહુલભાઇ રમેશભાઇ દંતેસરીયાના મોટરસાયકલને હડફેટે લઇ એકસીડન્ટ કરી માથા તથા પગમાં ઇજા પહોચાડી મેહુલભાઇનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતાં મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.,,

Content Copying Forbidden !!

error: Content is protected !!