કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જોધપર (ખારી) ગામે મજૂરીના પૈસાને બદલે ઝાપટો

વાંકાનેર: તાલુકાના જોધપર ખારી ગામે રહેતા મહિલા પાસેથી સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે મહિલાના દિકરા સાથે ઝઘડો કરી મહિલાને વાળ ખેંચીને ઝાપટો મારીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને લાકડાનો ધોકો માર મારીને ઈજા કરી હતી ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જોધપર (ખારી) ગામે રહેતા હંસાબેન કલાભાઈ પરમાર (52)એ રમેશભાઈ રતનશીભાઇ ધરજીયા રહે. જોધપર (ખારી) વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ તેઓની પાસે સેન્ટીંગની મજૂરીના પૈસા માંગતા હોય તે પૈસાની લેતી દેતીનો ખાર રાખીને ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કર્યો હતો અને

ફરિયાદી ત્યાં વચ્ચે પડતા તેઓને વાળ ખેંચીને ઝાપટો મારી હતી અને નીચે પાડી દઈને પેટના ભાગે પાટુ મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીને લાકડાનો ધોકો મારવા જતા સાહેદ બાબુભાઈ મોહનભાઈ ચાવડાએ આડો હાથ નાખતા તેઓને માર મારીને ઈજા કરી હતી તથા ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી તેમને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.વી.દલવાડી ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!