વાંકાનેર: કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત નિરીક્ષકો ચૂંટાયેલા સચિવો અને જે તે જીલ્લાના સંગઠન સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે.
જેમની અનુસંધાને મોરબી જિલ્લાની માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાને જવાબદારી સોંપવામાં આવી છે.