કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જોધપર (ખારી) પાસે જેસીબીએ રિક્ષાને હડફેટે લીધી

જોધપર (ખારી) પાસે જેસીબીએ રિક્ષાને હડફેટે લીધી

કોઠીનાં એક મહિલાનું મોત

થાન ચોકડીથી કોઠી આવતા અકસ્માત
રિક્ષામાં બેસેલ મહિલાઓ અને રીક્ષા ચાલકને ઈજાઓ

વાંકાનેર: તાલુકાના કોઠી ગામના રીક્ષા ડ્રાઈવીંગ કરતા યુવાન CNG રીક્ષા લઈને વાંકાનેર થાન ચોકડી પાસે આવેલ હેમપેન્ટ કારખાનેથી કોઠી ગામ જતો હતો ત્યારે જોધપર ખારી પુલ નવા બનતા પેટ્રોલ પંપ સામે હાયવે રોડ પર પહોચતા એક જે.સી.બીના ચાલકે કાવુ માર્ટા રીક્ષાને સાઇડમાથી હડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી જતા યુવાન, તથા રીક્ષામા બેસેલ ચાર બહેનોને ફેક્ચર જેવી ઇજા થયેલ તેમજ યુવાનના એક બહેનને માથા ભાગે શરીરે ગંભીર ઈજાઓ થતા મરણ ગયેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામના રીક્ષા ડ્રાઈવીંગ કરતા કાનાભાઈ નાગજીભાઈ ચાવડા જાતે, ભરવાડ (ઉવ.૨૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારા પિતાના નામે રહેલી CNG રીક્ષા નં-GJ-03-BU-7319 વાળી છે, હું કોઠી ગામથી વાંકાનેર પાટે પેસેન્જરમાં ચલાવુ છુ અને મારી પાસે વાહન ચલાવવા માટેનુ કોઇ લાઇસન્સ નથી અમો બે ભાઇ તથા છ બહેનો છીએ તા.૨૭/૦૩/૨૦૨૬ ના

હું રીક્ષામાં મારા બહેનો રેખાબેન, સોનલબેન તથા મારા કૌટુમ્બીક બહેનો આરતીબેન તથા માનસીબેનને બેસાડી થાન ચોકડી પાસે આવેલ હેમ પેન્ટ કારખાનેથી કોઠી ગામ ખાતે રીક્ષા ચલાવીને જતો હતો અને સાંજના છ વાગ્યાની આસપાસ વાંકાનેર હાઇવે જોધપર ખારી પુલ નવા બનતા પેટ્રોલ પમ્પની સામે પહોંચતા એક જે,સી,બી, ફુલ સ્પીડમાં કાવુ મારતા રીક્ષાને સાઇડમાંથી ઠોકરે લેતા અમારી રીક્ષા

પલ્ટી મારી ગયેલ અને મને, મારા બહેન રેખાબેનને ઇજા તેમજ સોનલબેનને નાકના ભાગે ફેક્ચર તેમજ આરતીબેન તથા માનસીબેનને નાની મોટી મુંઢ ઇજાઓ થયેલ, આસપાસમાથી માણસો ભેગા થઇ ગયેલ અને ૧૦૮ માં અમોને વાંકાનેર સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ, જ્યાં મારી બહેન રેખાબેનને ફરજ પરના ડોક્ટરશ્રીએ મરણ ગયેલનુ જાહેર કરેલ હતુ અને અમારા ઓળખીતા

વિભાભાઇ વજાભાઈ મુંધવાએ જે.સી.બીના ફોટા પાડી લીધેલ જે,સી,બીના નંબર GJ13AD2109 ના છે પોલીસ ખાતાએ ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!