પાંચદ્વારકાના શખ્સની ઉત્તરપ્રદેશના ઈસમ સામે વિશ્વાસઘાતની ફરિયાદ
વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને ચંદ્રપુર ગામમાં અંજની પ્લાઝામાં પટેલ અર્થ મુવર્સ ના નામે જેસીબી વાહનો લે-વેચ નો ધંધો કરતા શખ્સ પાસેથી 15 લાખ અને એમના દલાલ પાસેથી 21 હજાર જેસીબી વેચાણ પેટે મેળવી ગાજીયાબાદ (ઉત્તરપ્રદેશ) વાળાએ જેસબી કે રૂપિયા પરત ન આપી ઠગાઇ તથા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને ચંદ્રપુર ગામમાં અંજની પ્લાઝામાં પટેલ અર્થ મુવર્સ ના નામે જેસીબી વાહનો લે-વેચ નો ધંધો કરતા ઝુલ્ફીકારઅલી ઉસ્માનભાઇ બાદી (ઉ.વ.૪૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ ૨૧/૦૯/૨૦૨૪ ના રોજ જુના જેસીબી લે-વેચ ના બ્રોકર વિનોદકુમાર ખજાનસિંગ હાલ રહે. ગુડગાઉ (હરીયાણા)વાળાએ મારા વ્હોટસેપ પર જેસીબી રજી.નં.UT-14 -NT-8849 જે ભુપેન્દ્રભાઇ ઓમપ્રકાશ રહે. ૫૯,જન કલ્યાણ માધ્યમીક સ્કુલ રેવડી રેવડા મુરાદનગર ગાજીયાબાદ (ઉતરપ્રદેશ) વાળાનુ

તથા તેની આરસીબુકનો ફોટો મોકલેલ જે મને પસંદ પડતા તેની કિંમત રૂ. ૨૪,૦૦,૦૦૦/- જણાવતા મેં દલાલ વિનોદભાઇ મારફતે રૂ.૨૧૦૦૦/- ટોકન ટ્રાંસફર કરાવેલ, તે જેસીબી ઉપર આઇડીએફસી ફર્સ્ટ બેન્કની લોન ચાલુ હતી. ત્યાર બાદ મારા દલાલે જેસીબી ઉપર બાકી રહેલ લોન રૂ.૧૪,૯૮,૮૧૫/- ભરવાની હોય તા: ૨૩/૦૯/૨૦૨૪ ના રૂ.૧૫,૦૦,૦૦૦/- મેં આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક મારફત જેસીબી વાહનના માલીક ભુપેન્દ્રભાઈના ખાતામાં રૂ.૩,૦૦,૦૦૦/- નાખેલ અને તા: ૧૯/૦૯/૨૦૨૪ ના જેસીબી મંસુરઅલી તાહેરઅલી મુલ્લા રહે. ઇસ્માઇલ મંઝીલ જરોલી ફળી પીસાવાડા અમદાવાદ વાળાને રૂ.૨૧,૦૦,૦૦૦/- માં વેચેલુ હતું, જેની પાસેથી મારે

રૂ.૨૧,૦૦,૦૦૦/- લેવાના બાકી નિકળતા હોય અને તે મને પૈસા આપવા માટે વાંકાનેર આવેલ હોય અને મારે ભુપેન્દ્રભાઇને પૈસા દેવાના હોય જેથી મન્સુરઅલીના ખાતામાંથી સીધા તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ ભુપેન્દ્રભાઇના એક્સીસ બેન્કના ખાતામાં રૂ.૧૨,૦૦,૦૦૦/- આર.ટી.જી,એસ, મારફત ટ્રાંસફર કરેલ, પછી જેસીબી માલિકે દલાલને બે-ત્રણ દિવસ ધક્કા કરાવ્યા બાદ જેસીબી આપવાની ના પાડી, મેં પૈસા પરત આપવાનું કહેતા દેવાની પણ ના પાડેલ, જેથી આ ભુપેન્દ્રભાઇ ગાજીયાબાદ ઉતરપ્રદેશ વાળાએ મારા રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મારા દલાલના રૂ.૨૧,૦૦૦/- એમ કુલરૂ.૧૫,૨૧,૦૦૦/- લઈને મને જેસીબી આપેલ ન હોય મારી સાથે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા(૨૦૨૩) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
